:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

વાઇસ પ્રેસિડેન્ટના એકાઉન્ટમાંથી 3.95 લાખ ટ્રાન્સફર : ઓટીપી શેર નહીં કે નેટબેન્કિંગ પાસવર્ડ, છતાં થયો ફ્રોડ ...

top-news
  • 24 Apr, 2024

ડિજિટલ યુગમાં ઓનલાઇન વ્યવહારના નામે કેટલીક વખત ફોર્ડની ઘટના બનતી હોય છે. તેથી  વ્યક્તિ ખૂબ કાળજીપૂર્વક ઓનલાઇન વ્યવહાર કરતો હોવા  છત્તા ગુનેગારો ચાલાકીથી છતેરપિંડી કરવામાં સફળતા મેળવે  છે. આવો જ એક બનાવ હાલમાં બન્યો હતો જેમાં  કેડિલા ફાર્મા. કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટના હોમ લોન એકાઉન્ટમાંથી રૂપિયા 3.95 લાખ ટ્રાન્સફર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનારે કોઇને ઓટીપી શેર કર્યો ન હતો કે કોઇ લિન્ક ઓપન કરી હતી કે નેટબેંકિંગ પાસવર્ડ પણ શેર કર્યો ન હોવા છતાં ફ્રોડ થતાં તેમણે આ મામલે બોડકદેવ પોલીસને ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા કલ્હાર બંગલોઝની સામે પાર્કવ્યૂ સોસાયટીમાં રહેતા ભૂષણભાઇ રાજપૂત ધોળકા ખાતે આવેલી કેડિલા ફાર્મા કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે. ગત 8 એપ્રિલે અજાણ્યા નંબર પરથી તેમને મેસેજ આવ્યો હતો. જેમાં નેટ બેંકિંગના 8400 રૂપિયાના રિવોર્ડ પોઇન્ટ પૂરા થયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે, ભૂષણભાઇએ ફ્રોડની ઘટનાઓ બનતી હોવાથી કોઇ લિન્ક પર ક્લિક કર્યું ન હતું. ત્યાં તે જ દિવસે સાંજે તેમના ખાતામાંથી 24,500 રૂપિયા ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો. જેથી ભૂષણભાઇએ બેંક મેનેજરને ફોન કરતા તેમના ખાતામાંથી કોઇ ટ્રાન્ઝેક્શન ન થયાનું મેનેજરે જણાવ્યું હતું. છતાંય કોઇ ઘટના ન બને તે માટે ભૂષણભાઇએ ખાતુ બ્લોક કરાવી દીધું હતું. 

બાદમાં તેમના ખાતામાંથી કોઇ નાણાં કપાયા ન હોવાથી તેમણે ખાતુ અનબ્લોક કરાવ્યું હતું. બાદમાં તેમના હોમ લોન એકાઉન્ટમાંથી રૂપિયા 3.95 લાખ કપાઇને અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું. ભૂષણભાઇએ કોઇને ઓટીપી શેર કર્યો ન હતો કે કોઇ લિન્ક ઓપન કરી હતી કે નેટબેંકિંગ પાસવર્ડ પણ શેર ન કર્યો હોવા છતાં ફ્રોડ થતાં આ મામલે બોડકદેવ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎