:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સંતાનોને ગૂડ ટચ બેડ ટચના પાઠ શીખવવા જરૂરી: પાર્લરના માલિકે આઇસક્રીમ ખરીદનાર બાળકીની છેડતી કરી..

top-news
  • 23 Apr, 2024

મોબાઈલ અને ઇન્ટરનેટના દુષ્પ્રભાવને કારણે સમય જતાં શહેરમાં દુષ્કર્મ અને છેડતીના બનાવોમાં વધારો થવા પામ્યો છે. જેને કારણે દરેક નાગરિકે પોતાના સંતાનો પ્રતિ સજાગ રહેવું જરૂરી બની ગયું છે. સમાજની તેમજ દરેક માતાપિતાની જવાબદારીમાં પણ વધારો થયો છે. પોતાના સંતાનોને  વ્યક્તિની પારખ કરવાની સાથે તેમના વ્યવહાર પ્રતિ જાગરૂકતા રાખવાની પણ સમજણ અપાવી આવશ્યક બની ગઈ છે.  

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાયન્સ સિટી વિસ્તારના ડિવાઇન રોડ પર આવેલા એક ડેરી પાર્લરમાં છેડતીનો બનાવ બનવા પામ્યો હતો. એક સગીરા ડેરી પાર્લર પર આઇસક્રીમ લેવા ગઇ હતી. તે સમયે દુકાનમાં બેઠેલા આધેડે આ સગીરાને અડપલાં કરીને છેડતી કરી હતી. ગભરાઇ ગયેલી સગીરા તુરંત જ તેના ઘરે માતા પાસે જતી રહી હતી અને રડવા લાગી હતી. જેથી સમગ્ર મામલો સામે આવતા સગીરાની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા એક વેપારી પત્ની અને સંતાન સાથે રવિવારે ઘરે હતા. વેપારીની 14 વર્ષની પુત્રી રાત્રે સાયન્સ સિટી પાસે આવેલા ડિવાઇન રોડ પર આવેલા જે. કે. ડેરી પાર્લર પર આઇસક્રીમ લેવા ગઇ હતી. સગીરાએ દુકાન પર જઇને આઇસક્રીમ માંગ્યો ત્યારે ત્યાં કાઉન્ટર પર બેઠેલા આધેડે છેડતીના ઇરાદે સગીરાના ગાલ પકડ્યા હતા. આધેડ દુકાનદારના આ વર્તનથી સગીરા ગભરાઇ જતા તે ભાગવા જતી હતી ત્યારે આરોપીએ બાથ ભરી હતી. 

જેથી ગભરાઇ ગયેલી સગીરા ત્યાંથી ભાગીને ઘરે જતી રહી હતી. રડતી હાલતમાં સગીરા ઘરે આવતા તેના માતા-પિતાએ પૂછપરછ કરતા તેણે દુકાનદારે કરેલી હરકત બાબતે વાત કરી હતી. જેથી સગીરાના માતા-પિતા તાત્કાલિક બોડકદેવ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે કિરણભાઇ પટેલ નામના દુકાન સંચાલક સામે ફરિયાદ આપતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

સગીરાઓ સાથે છેડતી તથા દુષ્કર્મના બનાવો સતત વધી રહ્યા છે. તાજેતરમાં નારોલ અને સરખેજમાં પણ આ પ્રકારના બનાવો સામે આવ્યા હતા. તમામ વાલીઓએ તેમાન સંતાનો માટે સતત જાગૃત રહેવું જરૂરી છે. સંતાનો જ્યારથી સમજુ થાય ત્યારથી જ તેમને ગૂડ ટચ અને બેડ ટચના પાઠ શીખવવા જરૂરી છે. આ પાઠ શીખવવાથી આ પ્રકારના બનાવોને રોકી શકાશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎