:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ઇન્ડિગો એર કાર્ગોમાંથી. 33.14 લાખનું સોનું ગાયબ : અજાણ્યા શખ્સો વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ..

top-news
  • 22 Apr, 2024

એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના કાર્ગો વિભાગ મારફતે પટણા 33.14 લાખનું પાર્સલ ડિસે. 2023માં મોકલવામાં આવ્યું હતું. પરંતુ પાર્સલ આજદીન સુધી ત્યાં પહોંચ્યું જ નથી. જેથી બ્રાન્ચ મેનેજરે ચોરીની ફરિયાદ એરપોર્ટ પોલીસ મથકમાં કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

શહેરના ગોતા વિસ્તારમાં રહેતો 32 વર્ષિય જગદીશ હરગોવનદાસ દરજી એલિસબ્રિજ ખાતે આવેલ બીવીસી લોજેસ્ટીક પ્રા.લી.માં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. જગદીશની કંપની ગોલ્ડ જ્વેલરી, સિવ્લર જ્વેલરી તથા વેલ્યુએબલ ચીજ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું કામ કરે છે. 18 ડિસે. 2023ના રોજ કંપનીની રાજકોટ ટીમના મેનેજર રાજ મહેસુરીયાની ટીમે રાજકોટ ખાતે લોટસ જ્વેલરી ક્રિએશ નામની દુકાનમાંથી 536.524 ગ્રામ ગોલ્ડ કે જેની કંમત 33.14 લાખ થાય તે પાર્સલ અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. 19 ડિસે.ના રોજ તે પાર્સલ અમદાવાદથી પટણા ઇન્ડિગો એરલાઇન્સ કાર્ગો વિભાગ દ્વારા પટણા મોકલવામાં આવ્યું હતું. જેથી તે પાર્સલ રીસીવ કર્યા બાદ પટણા મોકલવાની પહોંચ પણ કંપનીને મળી ગઇ હતી. 

જો કે, તે પાર્સલ પટણા પહોંચ્યું જ ન હોવાનો ફોન આવ્યો હતો. જેથી જગદીશે કાર્ગો મેનેજર અનુપ નાયરનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેણે ચકાસી અપડેટ આપવા જણાવ્યું હતું. પરંતુ થોડા દિવસો સુધી અપડેટ ન મળતા ફરી જગદીશ તપાસ માટે ગયો હતો પરંતુ કંઇ જ પરિણામ મળ્યું ન હતું. જેથી આ મામલે ઇમેલ દ્વારા કંપનીને જાણ કરવામાં આવી હતી. પરંતુ આજદીન સુધી પાર્સલ ન મળતા જગદીશે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ એરપોર્ટ પોલીસ મથકમાં કરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎