:
Breaking News
મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત ગુસ્સે થયા: આરજેડી MLA રેખા દેવીના ભાષણ પર વ્યક્ત કર્યો વાંધો, વિધાનસભામાં મહિલા ધારાસભ્ય પર કરી આ ખરાબ ટિપ્પણી, જુઓ VIDEO. નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?.

કિર્તિ પટેલ ફરી વિવાદમાં અમદાવાદમાં મહિલા સાથે કરી મારપીટ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોધાયી ફરિયાદ

top-news
  • 16 Oct, 2023

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા માનસી સર્કલ નજીકના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ 2014માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, પતિ સાથે મનભેદના કારણે વર્ષ 2019માં છુટાછેડા લીધા હતા. પતિને આગળ પાછળ કોઇ ન હોવાથી છૂટાછેડા બાદ પણ રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરી તેમના જ ઘરે રહેતા હતા. આ કેસમાં સોશિયલ મિડીયાથી જાણીતી બનેલી ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. એક મહિલાના ઘરે કીર્તી પટેલ અને તેની સાથે ગુડ્ડી પટેલ તથા અન્ય બે શખ્સોએ ઘૂસીને ઘરમાંથી નીકળી જવાનું કહી મારામારી કરતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધાઇ છે.

ચારેક દિવસ પહેલા રમીલાબેન ઘરે હાજર હતા ત્યારે બે સ્ત્રીઓ રામનિવાસ અગ્રવાલને મળવા આવી અને ઘરમાંથી નીકળવાનું કહીને બબાલ કરીને મારામારી કરવા લાગી હતી. ત્યારબાદ પોલીસ બોલાવતા આ બંને ફરાર થઇ ગઇ હતી. બાદમાં રમીલાબેનને જાણ થઇ કે તે જે સ્ત્રીઓ આવી હતી તેમાં એક કીર્તી પટેલ અને બીજી ગુડ્ડી પટેલ હતી

સાથે જે શખ્સો આવ્યા હતા તેનું નામ વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી હતું. મારામારીના કારણે થોડા દિવસો બાદ દુખાવો થતાં રમીલાબેનને સારવાર માટે ખસેડાતા આ મામલે પોલીસને જાણ થઇ હતી. જેથી ફરિયાદી રમીલાબેને આ મામલે કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

ત્યારે પોલીસે પ્રાથમિક તપાસ કરતા એવુ જાણવા મળ્યું કે, આ કેસમાં આરોપી વિરમ ભરવાડ કર્ણાવતી ક્લબ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ધરાવે છે. કીર્તિ પટેલની પણ ત્યાં અવર જવર રહેતી હોય છે.આમ પણ કીર્તિ પટેલે પહેલેથી જ ગાળાગાળી કરવામાં છેતરપીંડી અને મારમારી જેવા વિવાદોથી ઘેરાયેલ છે. તેવામાં અગાઉ પણ અમદાવાદ અને સુરતમાં તેના વિરુદ્ધ મારામારી અનેં છેતરપિંડીના ગુના નોંધાઇ ચૂકેલા છે.સુરતમાં છેતરપીંડીના ગુનામાં ફરિયાદી પોલીસ કમિશ્નર સુધી રજુઆત પોહચીં હતી ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ મારામારી ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે ફરી એલ વખત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમ ગેરકાયદેસર ઘુસી જઇ મારામારી કરવા અંગે કીર્તિ પટેલ સહિત ચાર સામે ફરિયાદ નોંધાતા પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું