:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

GCCI દ્વારા આયોજિત ભારત ખાતેના U.A.E. ના એમ્બેસેડર H.E અબ્દુલ નાસીર જમાલ અલશાલી સાથે ઇન્ટરેકટીવ મિટિંગ

top-news
  • 20 Nov, 2023

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ભારત ખાતેના U.A.E. ના એમ્બેસેડર H.E અબ્દુલ નાસીર જમાલ અલશાલી સાથે તારીખ 20મી નવેમ્બર, 2023ના રોજ એક ઇન્ટરેક્ટિવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 

સંદીપ એન્જીનીયર, સીની. વાઇસ પ્રેસીડેન્ટ, GCCI એ તેઓના સ્વાગત પ્રવચનમાં H.E. અબ્દુલ નાસીર જમાલ અલશાલી ની ઉપસ્થિતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ  બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત સંબંધો ને ઉત્તેજન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે સહિયારા મૂલ્યો અને હિતો વિષે વાત કરી હતી જે થકી મજબૂત આર્થિક સબંધોનો પાયો પ્રસ્થાપિત કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, યુનાઈટેડ આરબ અમીરાતમાં વ્યાપાર વ્યવહારને  સુવ્યવસ્થિત કરવા માટે તમામ વ્યવસાય-સંબંધિત બાબતો માટે સંપર્ક અંગે એક Nodal Contact Point હોવા જોઈએ. જે થકી UAEમાં નિયુક્ત સંપર્ક હોવાને કારણે પૂછપરછ, વાટાઘાટો અને સમગ્ર વ્યવસાયને એકીકૃત કરવામાં મદદરૂપ થઈ પડશે અને જે થકી વ્યાપાર-ઉદ્યોગ સંબંધી પૂછપરછ અને તે અંગેની વાટાઘાટોની  પ્રક્રિયાઓ પણ ખુબ જ સરળ થઇ પડશે અને બંને દેશો વચ્ચે વ્યાપાર-ઉદ્યોગને ખુબ જ વેગ મળશે. 


GCCI ના તત્કાલીન નિવૃત પ્રમુખ પથિક પટવારીએ તેઓના પ્રાસંગિક સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે, GCCI એ ગુજરાત સરકારશ્રી દ્વારા નિયુક્ત આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે "સ્ટેટ પાર્ટનર" છે. તેઓએ ભારત અને UAE વચ્ચે સહયોગ અને પરસ્પર વિકાસની સંભાવનાઓ વિશે વાત કરી હતી.

  

ભારત ખાતેના UAE ના એમ્બેસડર ડો. અબ્દુલ નાસીર જમાલ અલશાલીએ બંને રાષ્ટ્રો વચ્ચેના ઐતિહાસિક સંબંધ, વર્તમાન આર્થિક લેન્ડસ્કેપ અને વધુ સહકાર માટેની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા બાબતે વાત કરી હતી. વધુમાં તેઓએ GCCI પ્રતિનિધિમંડળ અને અમીરાતમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ વચ્ચે સમજૂતી કરાર (MOU)ના આયોજન નું સૂચન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બંને વચ્ચે થયેલ વિવિધ MOU, પરસ્પર સમર્થન અને ભાગીદારી માટેના ક્ષેત્રોની રૂપરેખા આપતા ઔપચારિક કરાર કરવા ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ પરસ્પર સહયોગનું માળખું ન માત્ર બંને રાષ્ટ્રો વચ્ચે ના હાલના સંબંધોને મજબૂત બનાવશે પરંતુ વેપાર, રોકાણ અને જ્ઞાનના આદાનપ્રદાન માં વધારો કરવા માટેના રસ્તાઓ પણ ખોલશે. તેમણે GCCI ના પ્રતિનિધિમંડળ ને UAEની મુલાકાત લેવા અને MOU પર હસ્તાક્ષર કરવા બાબતે આમંત્રણ આપ્યું હતું. GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જીનીયર દ્વારા કરાયેલ UAE ખાતે એક કેન્દ્રસ્થાન ઉભું કરવાના સૂચન બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે તેઓશ્રી તેઓના ઇકોનોમિક સેલને કામગીરી સોંપશે.

 

GCCI ના ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના ચેરમેન  અનિલ જૈને આભારવિધિ કરી હતી અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન "UAE સાથે વ્યાપાર" અંગેના વિષય પર પરિસંવાદ ગોઠવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો



ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎