ભારતીય શેરબજારને ચૂંટણીનું પરિણામ પસંદ ન આવ્યું: અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર ઘટ્યા, આ 5 શેરમાં જોવા મળ્યો સૌથી વધુ ઘટાડો
- 04 Jun, 2024
લોકસભા ચૂંટણી 2024ના શરૂઆતના રુઝાન ભારતીય શેરબજારને પસંદ ન આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. સવારે 10.06 કલાકે સેન્સેક્સ 1659 અંક ઘટી 74809 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 503 અંક ઘટી 22760 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર એચયુએલ, નેસ્લે, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એચયુએલ 2.85 ટકા વધી 2422.00 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 1.80 ટકા વધી 2385.05 પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ, પાવરગ્રીડ કોર્પ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એસબીઆઈ 5.35 ટકા ઘટી 857.30 પર કારોબાર કરી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 5.51 ટકા ઘટી 319.10 પર કારોબાર કરી રહ્યો છે.
સવારે 9 વાગ્યે નિફ્ટીમાં લગભગ 600 અંકનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં 1500 અંકનો મોટો ઘટાડો નોંધાયો હતો. સરકારી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી, બેન્ક નિફ્ટીમાં લગભગ 3 ટકા ઘટાડો નોંધાયો છે. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે. અદાણી પોર્ટ્સના શેરમાં 9 ટકા ઘટાડો નોંધાયો છે. અદાણી પાવરમાં 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા ઘટાડો, અદાણી એન્ટરપ્રાઈઝમાં 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. LICમાં 10 ટકા, HALમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિલાયન્સમાં સાડા ચાર ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
એનડીએ બહુમતીના આંકડાને પાર કરી ગયુ છે. તેના ખાતામાં 275 સીટો. જ્યારે ઈન્ડિયા એલાયન્સના ખાતામાં 201 સીટો આવી છે. આજે મતગણતરી શરૂ થતાં જ ખ કલાકમા એ જેવા મળ્ઉં કે એનડીએ સૌથી આગળ છે અને હવે રૂઝાન કે વલણ દર્શાવે છે કે એનડીએએ બહુમતિ માટે જરૂરી એવી 272નો આંકડો વટાવી લીધો છે. અને ઇન્ડિયા ગઠબંધન 200ની આસપાસ છે.
લોકસભા ચૂંટણી-2024 માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. આ પ્રક્રિયા 8 વાગ્યે શરૂ થઈ હતી. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે 1 જૂનના રોજ સમાપ્ત થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે ભાજપે આ વખતે 400 થી વધુ સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે 25 થી વધુ વિરોધ પક્ષો એક મંચ પર એકઠા થયા હતા.