:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

શેરબજારમાં એક્સિટ પોલના પરિણામની અસર: સેન્સેક્સ 2120 અંક વધ્યો, નિફ્ટી 659 અંક વધી; પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, એસબીઆઈના શેર વધ્યા

top-news
  • 03 Jun, 2024

શનિવારે આવેલા એક્સિટ પોલના પરિણામોની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સવારે 10.32 વાગ્યે સેન્સેક્સ 2120 અંક વધીને 76081 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 659 અંક વધીને 23190 પર કારોબાર કરી રહ્યો છે. 

સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, એસબીઆઈ, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં તેજી જેવા મળી રહી છે. પાવર ગ્રીડ કોર્પ 10.41 ટકા વધી 342.15 પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી 7.63 ટકા વધી 386.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે આઈસર મોટર્સ, એલટીઆઈમિન્ડટ્રી, એચડીએફસી લાઈફ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈસર મોટર્સ 1.67 ટકા ઘટી 4654.50 પર કારોબાર કરી રહ્યો છે. એલટીઆઈમિન્ડટ્રી 0.23 ટકા ઘટી 4691.00 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી લાઈફ 0.21 ટકા ઘટી 548.70 પર કારોબાર કરી રહ્યો છે. 



ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા બાદ આજે વિવિધ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સી વોટર મુજબ એનડીએને 353-383 સીટ મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 152-182 સીટ મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 4-12 સીટ મળવાની શક્યતા છે. એક્સિસ મુજબ એનડીએને 361-401 સીટ મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 131-166 સીટ મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 8-20 સીટ મળવાની શક્યતા છે. મેટ્રિઝ મુજબ એનડીએને 353-368 સીટ મળવાની શક્યતા છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 118-133 સીટ મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 43-48 બેઠકો મળવાની શક્યતા છે. 



ચાણક્ય મુજબ એનડીએને 400 બેઠક મળવાની શક્યતા છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 107 બેઠકો મળવાની શક્યતા છે. અન્યને 36 બેઠકો મળવાની શક્યતા છે. સીએનએક્સ મુજબ એનડીએને 371-401 બેઠકો મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 109-139 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યે 28-38 બેઠકો મળવાની શક્યતા છે. પોલસ્ટ્રાટ મુજબ એનડીએને 342 બેઠક મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 166 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 35 બેઠકો મળવાની શક્યતા છે. જન કી બાત મુજબ એનડીએને 362-392 બેઠકો મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 10-20 બેઠકો મળવાની શક્યતા છે.