ચલણી નોટો બદલાવવાના રિઝર્વ બેન્કના માપદંડો: એક વખતમાં વ્યક્તિ બદલી શકે 20 નોટો જેની કીંમત 5000 રૂ થી વધુન હોય ...
- 08 May, 2024
બજારમાં ખરીદી કરતી વેળાએ કેટલીય વાર આપણી પાસે એવી કરન્સી નોટ આવી જતી હોય છે જેનો કોઈપણ વ્યક્તિ સ્વીકાર કરતો નથી. પછી ભલે એ દુકાનદાર, પેટ્રોલ પંપ પર અથવા બસ કન્ડક્ટર હોય ,કોઈ તેને પાછી લેવા તૈયાર હોતું નથી. એવા સમયે દરેકને પ્રશ્ન થાય છે કે હવે આ નોટનું શું થશે ? કેટલીક વાર લોકો જાત જાતની સલાહ પણ આપે છે જેમાંથી કોઈ તમને બઁકમાં બદલાવાનુ પણ સૂચન કરે છે.
પરંતુ ફાટેલી અથવા નંબર ગયેલી નોટ બઁક પાછી લે છે ? તેવો પ્રશ્ન આપણને ચોક્કસ થશે. તો રિઝર્વ બઁકે ચલણી નોટો બદલી આપવા અંગે કેટલાક નિયમો બનાવ્યા છે, જે મુજબ જો તમારી પાસે એવી નોટ આવી ગઈ હોય જેનો સિરિયલ નંબર પણ ના દેખાતો તો એવી નોટ બદલી શકાય. આવી ખરાબ નોટો માટે બેંક દ્વારા નોટો બદલવાના કેટલાક માપદંડો બનાવ્યા છે. બેંક એવી જ નોટો બદલી આપે છે જેમાં કેટલાક સિક્યોરિટી સાઈન સહી સલામત હોય છે. તેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર સહી સલામત હોવું જોઈએ. જો તમારી નોટમાં આ વસ્તુઓ ન હોય તો બેંક તમારી ફાટેલી નોટ બદલવાનો ઇનકાર કરી શકે છે. તમારી તેવી નોટો નહીં બદલી આપવામાં આવે જેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર નહીં હોય.
આ ઉપરાંત RBIએ ફાટેલી નોટ બદલી આપવાની લિમિટ પણ નક્કી કરી છે. એક વખતમાં એક વ્યક્તિ,20 નોટો જ બદલી શકે છે જેની કીંમત વધુમાં વધું 5000 રૂપિયા જ હોવી જોઈએ. જો ફાટેલી નોટની કીંમત પાંચ હજારથી વધુની હશે તો નોટ નહીં બદલી દેવામાં આવે. સિવાય 20 થી વધુ નોટો પણ નહીં બદલી આપવામાં આવે.અને જો તમે 5000થી વધુની નોટો બદલવા જાઓ છો તો પૈસા તમારા હાથમાં નહીં પરંતુ બઁક એકાઉન્ટમાં જમા થશે
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ