વેદાંતા પર ₹ 27.97 કરોડનો GST દંડ, હિતધારકોને આપી ખાતરી , દંડના પરિણામની નાણાકીય અસર નહીં ...
- 17 Apr, 2024
માઇનિંગ કંપની વેદાંતા લિમિટેડેને ગૂડ્સ અને સર્વિસ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા નાણાકીય વર્ષ 2018-19 થી 2020-21ના સમયગાળા માટે ₹27.97 કરોડનો GST પેનલ્ટી ઓર્ડર આપવામાં આવ્યો છે. આ દંડ તેમને અગાઉ જણાવેલ નાણાકીય વર્ષ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સમાધાન સંબંધિત વિવાદ માટે કરવામાં આવ્યો છે.
વેદાંતા "કંપનીને એડિશનલ કમિશનર, GST અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરેટ, રાઉરકેલાની ઑફિસ તરફથી ટેક્સ ડિમાન્ડ અને લાગુ વ્યાજ સાથે રૂ. 27.97 કરોડની પેનલ્ટીની પુષ્ટિ કરતો ઓર્ડર મળ્યો છે," સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયું છે. માઇનિંગ કંપની વેદાંતા લિમિટેડે જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2018-19 થી 2020-21ના સમયગાળા માટે ₹27.97 કરોડનો GST ચૂકવવો પડશે.
વેદાંતા લિમિટેડે તરત જ આ વિવાદના સાનુકૂળ નિરાકરણ માટે અપીલ સત્તાવાળાઓ સાથે આદેશની અપીલ કરવાનો તેનો ઈરાદો જાહેર કર્યો. આ બાબતને સંબોધતા તેના નિવેદનમાં, વેદાંતાએ હિતધારકોને ખાતરી આપી હતી કે દંડના પરિણામે તેઓને કોઈ ભૌતિક નાણાકીય અસર નહીં થાય .
વધુમાં તેમાં ઉમેર્યું હતું કે, "કંપની ઉક્ત આદેશ સામે અપીલ સત્તાવાળાઓ પાસે અપીલ દાખલ કરવા માગે છે. કંપની આ બાબતે સાનુકૂળ પરિણામની અપેક્ષા રાખે છે. કંપનીને આશા છે કે આ આદેશથી કંપની પર કોઈ નોંધપાત્ર નાણાકીય અસર થશે નહીં."વેદાંતા લિમિટેડનો શેર મંગળવારે, એપ્રિલ 16ના રોજ BSE પર ₹7.35 અથવા 1.98% વધીને ₹377.90 પર બંધ થયો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ