:
Breaking News
મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એક વખત ગુસ્સે થયા: આરજેડી MLA રેખા દેવીના ભાષણ પર વ્યક્ત કર્યો વાંધો, વિધાનસભામાં મહિલા ધારાસભ્ય પર કરી આ ખરાબ ટિપ્પણી, જુઓ VIDEO. નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?.

શેરબજારમાં ભારે ઉછાળો, માર્કેટ કેપ ઐતિહાસિક ટોચે : સેન્સેક્સમાં ઉછાળો -નિફ્ટી વિક્રમી સપાટીએ પહોંચ્યો..

top-news
  • 04 Apr, 2024

ભારતીય શેરબજાર માટે ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં નીચલા સ્તરેથી બજારમાં પરત આવેલી ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. સત્રની શરૂઆતમાં સેન્સેક્સ 75,501 પોઈન્ટની હાફ ટાઈમ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો છે. તો નિફ્ટી પણ 22,619ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.

બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 74,227 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 22,514 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 398.60 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 397.52 લાખ કરોડ હતું. આજના સત્રમાં બજારની મૂડીમાં રૂ. 1.08 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આજના કારોબાર દરમિયાન બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી બેન્કિંગ ઈન્ડેક્સ 436 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય આઈટી ઓટો શેર્સમાં પણ વધારો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્માના શેર ઘટીને બંધ થયા.

આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેર ઉછાળા સાથે અને 23 નુકસાન સાથે બંધ થયા હતા. ટ્રેડ થયેલા 3947 શેરોમાંથી 2469 શેર વધ્યા હતા જ્યારે 1379 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 99 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

HDFC બેન્કનો શેર 3.06 ટકા, આઇશર મોટર્સ 2.04 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, ટાઇટન કંપની 1.89 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.71 ટકા, TCS 1.42 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઓએનજીસી, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સના શેરો ઘટ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎