ભારતનું સૌ પ્રથમ લાલ મરચુ પોષણ તત્વો સાથેઃ વિટામીન B-12, D3, અને Eના ગુણો સાથે...
- 20 Mar, 2024
કિચન એક્સપ્રેસ રજુ કરે છે ભારતનું સૌ પ્રથમ લાલ મરચું પાવડર પ્લસ +જેમાં પોષણ ઉમેરાયું છે . કિચન એક્સપ્રેસે એક તદ્દન અનોખી પહેલ કરી છે.તાજેતરમાં તેમણે ગર્વભેર પોતાની નવીનતમ અને ઈનોવેટીવ પ્રોડક્ટ રજુ કરી -કીચન એક્સપ્રેસ રેડ ચીલી પાવડર પ્લસ +. આ એવું લાલ મરચું છે કે જેમાં વિટામીન B-12, D3, અને E ના ગુણો છે.
એક નવી જ કેડી કંડારનારી આ પ્રોડક્ટ, તમારી વાનગીઓને મસાલેદાર બનાવવાની સાથોસાથ , તમારા રોજિંદા ભોજનમાં જરૂરી પોષણ પણ ઉમેરે છે.
કિચન એક્સપ્રેસનો પાયો 1990 ના દશકામાં અરવિંદભાઈએ પોતાની દીર્ઘ દ્રષ્ટિ અને ઉધોગ સાહસિકતાનો સુમેળ સાધીને આ નવા સાહસની સ્થાપના કરેલ. તેમને 50 વર્ષથી વધારે વર્ષોનો અનુભવ હતો. તેમણે મસાલા ઉધોગમાં ગુજરાતમાં વિવિધ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી જે unorganised હતો તેમને સંગઠિત કરવામાં તેમનો સિંહ ફાળો છે.
કિચન એક્સપ્રેસની આગેકુચમાં તેમના પુત્રો રાકેશભાઈ પટેલ. ડાયરેક્ટર અને ચિરાગભાઈ પટેલ ડાયરેકટર તરીકે જોડાઈને બ્રાન્ડનું વિસ્તરણ કર્યું. અને હવે ત્રીજી પેઢીના યુવરાજ પટેલ જોડાઈ ગયા છે અને આ નવી પ્રોડક્ટ ઇનોવેસન રેડ ચીલી પાવડર પ્લસ +બજારમાં લોન્ચ કરી છે. યુવા ડાયરેક્ટર યુવરાજ પટેલ નવી પ્રોડક્ટ લોન્ચથી બહુ જ ઉત્સાહિત છે.
તેઓ કહે છે, "કિચન એક્સપ્રેસ રેડ ચીલી પાવડર પ્લસ +રજુ કરતા અમને ખુબ જ આનંદ થાય છે. ભોજનના સ્વાદમાં રંગત લાવવાની સાથે ભારત દેશમાં જ્યાં વિટામીન અને ખાસ કરીને B-12, D-3 અને E ની ઉણપ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ અમારું આ ઈનોવેટીવ પગલું ગ્રાહકની સુખાકારીમાં યોગદાન રૂપ બનશે. લાલ મરચું દૈનિક વપરાશની પ્રોડક્ટ છે અને તેના દ્વારા અમારું લક્ષ્ય એ જ છે કે અમે ભોજનમાં પોષણ લાવી શકીયે..""
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ