બજાજ વિશ્વની પ્રથમ CNG બાઈક કરશે લોન્ચ મોટરસાઇકલ ઇંધણની કિંમતને અડધી કરશે
- 05 Mar, 2024
યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ - ડિઝલની કિમતો વધતી જ જાય છે, એવામાં તેનો પર્યાય શોધવો જ રહ્યો ,તેથી દેશની ઑટોમોબાઇલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જણાવ્યું હતું કે બજાજ ઓટો આગામી ક્વાર્ટરમાં વિશ્વની પ્રથમ CNG બાઇક લોન્ચ કરશે.તેમણે જણાવ્યુ છે કે "બજાજ CNG મોટરસાઇકલ તે કરી શકે છે જે હીરો હોન્ડાએ કર્યું હતું અને તે ઇંધણની કિંમતને અડધી કરી શકે છે," તેમણે એક મીડિયા ઈન્ટરવ્યુમા જણાવ્યુ હતું.
બજાજે કહ્યું કે ઈંધણ ખર્ચ અને ઓપરેટિંગ ખર્ચમાં 50-65%નો ઘટાડો થયો છે. ICE વાહનો કરતાં ઉત્સર્જનનું સ્તર ઓછું હતું. CNG પ્રોટોટાઇપ CO2 માં 50%, કાર્બન મોનોક્સાઇડમાં 75% અને નોન-મિથેન હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં લગભગ 90% ઘટાડો દર્શાવે છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે કંપની નાણાકીય વર્ષ 2025 ની શરૂઆતમાં "અત્યાર સુધીની સૌથી મોટી પલ્સર" લોન્ચ કરવા માટે પણ તૈયાર છે, બજાજે જણાવ્યું હતું. બજાજે જણાવ્યું હતું કે કંપની "તમામ સિલિન્ડરો પર ફાયરિંગ" કરી રહી છે અને પ્રીમિયમાઇઝેશનને બદલે પલ્સર જેવી બ્રાન્ડ માટે સુપર સેગ્મેન્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.બજાજના એમડીએ જણાવ્યું હતું કે બજાજ ઓટો 125cc પ્લસ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે અને કંપની લગભગ દર પખવાડિયે ઉત્પાદનો લોન્ચ કરી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ