:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિજિટલ ટેકનોલોજી મેનેજમેન્ટનો દિક્ષાંત સમારોહ : સ્ટેટેસ્ટીક્સમાં શ્રેષ્ઠ કરનારને પુરસ્કારમાં રૂ. 10,000 ની રોકડ રકમ

top-news
  • 23 Feb, 2024

અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિજિટલ ટેકનોલોજી મેનેજમેન્ટ દ્વારા પ્રથમ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. 2021-23 બેચમાં બે AICTE-એપ્રૂવ્ડ PGDM પ્રોગ્રામ - બિગ ડેટા એનાલિટિક્સ અને ટેકનોલોજી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પ્રથમ બેચમાં કુલ 20 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અભ્યાસ કાર્યક્રમો પૂર્ણ કર્યા, જેમાં PGDM (બિગ ડેટા એનાલિટિક્સ)ના 16 અને PGDM (ટેક્નોલોજી મેનેજમેન્ટ)ના 4નો સમાવેશ થાય છે.  રૂષભ શાહ, PGDM (બિગ ડેટા એનાલિટિક્સ) અને  ભાવેશ મોટવાણી, PGDM (ટેક્નોલોજી મેનેજમેન્ટ) ને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

આ પ્રસંગના મુખ્ય અતિથિ તરીકે ઈન્વેસ્ટ ઈન્ડિયાના ચીફ એનાલિટિક્સ ઓફિસર અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. પ્રીત દીપસિંહે હાજરી આપી હતી. બિરલા કોપરની હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ.માં CEO રોહિત પાઠક કોન્વોકેશનના અતિથિ રહ્યા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતિ જી. અદાણી એ સમારંભની અધ્યક્ષતા કરી હતી.  AIDTM ના ડીન ડૉ. રમા મૂન્દ્રાએ ડિગ્રી એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી.

આ પ્રસંગે AIDTM એ ‘બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ ઇન ક્વોન્ટિટેટિવ ટેક્નિક’ ની શરૂઆત કરી છે, જે આગામી 25 વર્ષ સુધી દરવર્ષે આપવામાં આવશે. કલાગા ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારમાં AIDTM ખાતે સ્ટેટેસ્ટીક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીને પુરસ્કારમાં રૂ. 10,000 ની રોકડ રકમ આપવામાં આવશે. આ વર્ષે સુશ્રી ભારવી શર્મા PGDM (બિગ ડેટા એનાલિટિક્સ) પ્રથમ પુરસ્કાર પ્રાપ્તકર્તા બની હતી.

વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ.પ્રીતદીપ સિંહે મૂળભૂત શિક્ષણ અને જીવનમાં હકારાત્મક અભિગમ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડેટા એનાલિટિક્સના આશાસ્પદ ભાવિ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, "આજે કારકિર્દીની સૌથી વિશાળ તકો તેમાં રહેલી છે. જેમાં દેશના નોંધપાત્ર સંસાધનો રોકાણ કરે છે." તેમણે વિવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના વધતા મહત્વ તરફ પણ ધ્યાન દોર્યું હતું.

આ પ્રસંગે  રોહિત પાઠકે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના મહત્વ અને ભારતમાં ઉત્પાદનમાં ડેટા એનાલિટિક્સના વધતા, વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ડૉ. પ્રીતિ અદાણીએ ટેક્નોલોજીના ગતિશીલ લેન્ડસ્કેપ તેમજ બિગ ડેટા એનાલિટિક્સ અને ટેક્નોલોજી મેનેજમેન્ટની મુખ્ય ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે AI અને સાયબર સુરક્ષાના સાર્વત્રિક મહત્વ તેમજ વિવિધ ઉદ્યોગોમાં તેની સુસંગતતા પર ભાર મૂક્યો હતો

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎